મવડીની સ્વાશ્રય સોસાયટીમાંથી ૧ લાખનો ૩૬૦ બોટલ શરાબ ભરેલી સુમો સાથે પોરબંદરના બે શખ્સો ઝડપાયા

રાજકોટ : માલવીયાનગરના પીએસઆઇ જે. એચ. ચંપાવત તથા પીસીઆર-૨૧ના ઇન્ચાર્જ હિતેન્દ્રસિંહ સરવૈયા સહિત મવડીની સ્વાશ્રય સોસાયટી-૧માંથી પોરબંદર હાઉસીંગ બોર્ડ કોલોનીમાં રહેતાં ગોપાલ રતનશીભાઇ પોસતરીયા તથા હેમંત ગોપાલભાઇ પોસતરીયાને સુમો કારમાં રૂ.૧,૦૮,૦૦૦ના ૩૬૦ બોટલ શરાબ સાથે ઝડપી લીધા હતાં. પોલીસે શરાબ, કાર, બે મોબાઇલ ફોન મળી રૂ.૬,૧૩,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં ટીમે સવારના અરસામાં પેટ્રોલીંગ દરમિયાન આ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *