ક્રિકેટનો જુગાર રમાડતા છ સટોડિયાઓ ઝડપાયા

વડોદરા, આઇપીસીએલની મેચ પર સટ્ટો રમાડતા વધુ છ સટોડિયાઓને ડીસીબી પોલીસે પકડી પાડયા છે. ઇસમો ઓનલાઇન એપ્લીકેશનના આધારે સટ્ટો રમાડતા હોવાની વિગતો જણાવતા હોઇ ડીસીબી પોલીસે તે દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા રોડની વિરપુરનગર સોસાયટીમાં આઇપીએલની મેચ પર સટ્ટો રમાડતા ત્રણ ઇસમો પ્રતિક અશોકભાઇ શાહ, નિર્મલ અનિલભાઇ પટેલ અને પ્રદ્યુમનસિંહ નટવરસિંહ રાજને ડીસીબી પોલીસે પકડી પાડયા હતા. ડીસીબી પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન ત્રણેય ઇસમો આગળ જે વ્યક્તિઓ પાસે સટ્ટો કપાવતા હતા તેમને ડીસીબી પોલીસે પકડી પાડયા છે. જેમાં અનુજ કમલેશભાઇ જોશી (રહે.શ્રીનાથજી પાર્ક સોસાયટી વાઘોડિયા રોડ), હર્ષ દિપકભાઇ ઠક્કર (રહે. પુષ્ટિપ્રભા સોસાયટી વાઘોડિયા રોડ), સુમિત જગદીશભાઇ પટેલ (રહે. વૃંદાવન પાર્ક સોસાયટી કારેલીબાગ), ચિરાગ જશુભાઇ સોલંકી (રહે. સમીરપાર્ક સોસાયટી વાઘોડિયા રોડ), કીર્થ કલ્પેશભાઇ પટેલ (રહે. આકાર કોમ્પલેક્ષ સુભાનપુરા), હર્ષ ઉર્ફે સન્ની હરેશકુમાર પંડયા (રહે. ચંદનબાબા પાર્ક વાઘોડિયા રોડ) નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *