ઘરફોડ તસ્કરીનાં ગુનાનાં ફરાર આરોપીને પકડી લેતી પોલીસ

ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ પેરોલ ફર્લો જમ્પ ના આરોપીઓને ઝડપી લેવા સખત સુચના આપેલ જે સુચના આધારે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન મહાવીરસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવીને સંયુકત બાતમી મળેલ કે, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના તથા ગંગાજળીયા પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અશોકભાઇ ભાકાભાઇ ઉર્ફે. જેઠાભાઇ પરમાર ઉ.વ.૩પ રહે.રૂવાપરી રોડ, એકસલ સામે દેવીપુજક વાસવાળો સફેદ શર્ટ તથા ક્રિમ કલરનું પેન્ટ પહેરેલ છે. જે રૂવાપરી ચોક દેવીપુજક વાસ પાસે ઉભો છે. તેવી હક્કિત મળતા તુરજ બાતમી વાળી જગ્યાએ જતા બાતમી વાળો શખ્સ હાજર મળી આવતા પુછપરછ કરતા ઉપરોકત ગુન્હા કરેલાનો એકરાર કરેલ તેમજ સદરહું બંને ગુન્હામાં ભાગતો ફરે છે. જેથી ધોરણસરની ધરપકડ કરી આગળની તપાસ કરવા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *