મદદનીશ નિયામકશ્રી ભુજની કચેરીની તપાસ ટીમ દ્વારા ગેરકાયદે ખનિજ પ્રવ્રુતી સામે કરેલ કાર્યવાહીની વિગતો

image-146

મદદનીશ નિયામકશ્રી(ફ્લાઈંગ સ્ક્વોર્ડ)-ભુજની કચેરીની તપાસટીમ ધ્વારા તા.૧૭/૦૧/૨૦૨૫, ૧૮/૦૧/૨૦૨૫ દરમ્યાન ગેરકાયદે ખનિજ પ્રવ્રુતી સામે કરેલ કાર્યવાહીની વિગતો નીચે મુજબ છે.

✓ તા.૧૭/૦૧/૨૦૨૫ ના રાત્રી દરમ્યાન ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે આકસ્મીક તપાસ હાથ ધરી અધિકૃત રોયલ્ટીપાસ વિના ચાઈનક્લે ખનિજ ભરેલ પાંચ વાહનો સીઝ કરવામાં આવેલ.
✓ તા.૧૭/૦૧/૨૦૨૫ ના રોજ સાંજના સમયે મુન્દ્રા(બોરાણા) ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી સાદીરેતી ખનીજના ગેરકાયદે ખનન વહન કરતા એક લોડર એક ટ્રેક્ટર અને ૨ ડંપર ઉપરાંત એક બ્લેકટ્રેપ ખનીજના અધીકૃત રોયલ્ટી કરતા વધુ જથ્થો ઓવરલોડ વહન કરવા બદલ એક ડંપર સીઝ કરવા માં આવેલ છે.
✓ તા.૧૮/૦૧/૨૦૨૫ના રોજ ભુજ તાલુકાના કાંઢવાંઢ ખાતેથી ગેરકાયદેસર સાદીરેતી ખનીજના ખનન તથા વહન સબબ એક એકસકેવેટર મશીન, એક ડમ્પર તથા એકસકેવેટર મશીનને લાવવા લઈ જવા ઉપયોગમાં લેવાતા એક ટ્રેલરને સીઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવા માં આવેલ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-