માનકૂવા નજીક બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : 38 વર્ષીય મહિલાનું મોત
copy image

માનકૂવા નજીક બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 38 વર્ષીય દીપાલીબેન નું મોત નીપજયું હતું તેમજ તેમનો ભાઈ અને તેમનો બે વર્ષનો માસૂમ પુત્ર હાલ સારવાર હેઠળ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સવારે આ યુવાન મોટરસાઇકલથી મંજલથી મુંદ્રા તરફ જતો હતો તે સમયે તેની સાથે બહેન દીપાલીબેન જગદીશ મહેશ્વરી અને 2 વર્ષનો ભાણેજ હતા. ત્યારે માનકૂવા નજીક પહોંચતાં અજાણી ટ્રકે પાછળથી તેમની મોટરસાઇકલને ટક્કર મારી હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલ આ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. પરંતુ સારવાર દરમ્યાન દીપાલીબેનનું મોત થયું હતું. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
