સુરતમાં પિતાના હાથે જ પોતાના માસૂમ પુત્રીનું મોત નીપજયું : ટ્રેકટર રિવર્સ લેતી વેળાએ 7 મહિનાની માસૂમ બાળકી કચડાઈ 

copy image

copy image

સુરતમાં એક અકસ્માતમાં પિતાના હાથે જ પોતાના માસૂમ પુત્રીનું મોત નીપજયું હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પિતા ખેતરમાં ટ્રેકટર ચલાવી રહ્યાં હતાં. તે સમયે ટ્રેકટર રિવર્સ લેતી વેળાએ 7 મહિનાની માસૂમ બાળકી ટેકટર નીચે આવી ગઈ હતી. આ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી પરંતુ ત્યા ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-