ચકારથી ભેડમાતા -સરાણમાતા સુધીના માર્ગનું કામ મંજૂર થયેલ હોવા છતાં કામગીરી શરૂ ન કરાતા લોકોમાં નારાજગી

ચકારથી ભેડ માતા-સરાણ માતા સુધીના માર્ગ  કામ મંજૂર થઇ ગયેલ હોવા છતાં પણ આ અંગે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચકારથી ભેડ માતા-સરાણ માતા સુધીના બંદરા માર્ગનું કામ મંજૂર થયેલ હોવા છતાં કામગીરી શરૂ ન કરાતા ભાવિકોમાં કચવાટનો માહોલ છે. રસ્તો મરંમત ક્યારે થશે ?તેવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે. ઉપરાંત આ અતિજર્જરિત રસ્તાના કામ અંગે આઠ માસ અગાઉ ધારાસભ્યને રજૂઆત કરવામાં આવેલ હતી. આ જર્જરિત માર્ગ પર પસાર થનાર વાહનો-લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ માર્ગની મરમત કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-