દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયામાં 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત ખુલ્લી કરાઈ
દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા કેટલાક દિવસથી ચાલી રહી છે ત્યારે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે દેવભૂમિ દ્વારકાના જુદા જુદા 7 ટાપુઓ પરના સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે કામગીરી દરમ્યાન કુલ 36 ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરી દેવાયા છે. છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી મેગા ડિમોલિશન ઝુંબેશમાં 271 રહેણાંક અને 7 કોમશયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરીને 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરી દેવાઈ છે. સરકાર શ્રીની સૂચના અનુસાર વહીવટી તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાને કામગીરી કરવામાં આવી રહી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-