નકલીની લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું : રાજકોટમાંથી વધુ એક બોગસ તબીબ ઝડ઼પાયો

copy image

copy image

હવે તો નકલીની લિસ્ટ વધુ લાંબી બનતી જઈ રહી છે ત્યારે રાજકોટમાંથી વધુ એક બોગસ તબીબ ઝડ઼પાયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાંથી નકલી ડોક્ટરને પોલીસે ઝડપી પડ્યો છે. રાજકોટ ગ્રામીણ SOGની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મેટોડા GIDCમાં છેલ્લા ઘણા સમયથી એક શખ્સ કોઈ પણ જાતની ડીગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે આરોપીની ધરપકડ કરીને જુદી જુદી એલોપેથીની ગોળીઓ, તબીબી સાધનો સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-