પી.જી.વી.સી.એલ.ની નબળી કામગીરીથી લોકોમાં નારાજગી

કેરા તા ભુજ અવાર નવાર પી.જી.વી.સી.એલ દ્વારા મેન્ટેનન્સ કરવાના નામે દિવસ નાં 7 થી 8 કલાક લાઈટો બંધ રાખી અને કામ કરાય છે આ મહિનામાં કેરા બળદિયા દહીસરા વગેરે ગામોમાં લગભગ સાતથી આઠ દિવસ લાઈટ બંધ રાખી અને મેન્ટેનન્સ કરાય છે તો આ તો લાંબા સમયથી આમને આમ ચાલે છે જો કામ બરોબર થતું હોય તો મેન્ટેનન્સ 10,15 દિવસે ના કરવું પડે તેવું લોકોનું કહેવું છે અને સાથે પેપરમાં ટાઈમ સવારે 8:00 થી સાંજે 6 સુધીનો આપવામાં આવે છે અને લાઈટો બંધ થાય છે સવારે 10:30 એ અને 8 વાગે ચાલુ થાય છે તો આમાં પણ કર્મચારીઓ પોતાની મનમાની અને લોકોની ચિંતા વગર કામ કરે છે તેઓ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સાથે પૂછવા માટે લોકો ફોન કરે તો અધિકારીઓ કે સાયબો ફોન ઉપાડતા ન હોવાની રાવ પણ ઉઠવા પામી છે થાંભલાઓ પર જોવો તો વાયરોના ગુચડાઓ દેખાય છે જેથી શોર્ટ સર્કિટ પણ વધવાની શક્યતા વધી ગઈ છે આમે પણ દિવસના અવારનવાર લાઈટો બંધ થતી હોય છે તો ક્યારેક પાવર વધી જતા લોકોના ટીવી ફ્રીજ કે અન્ય વસ્તુઓ પણ બરી જાય છે તો શું એની ભરપાઈ પી.જી.વી.સી.એલ. કરે છે? તેવું લોકો જણાવી રયા છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-