અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ અંજાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પ્રોહી. બુટલેગર શૈલેષ રઘુરામ મઢવી (મારાજ) રહે. નવાનગર અંજાર વાળાનો નવાનગરમાં આવેલ કબ્જા ભોગવટાનાં રૂમમાં ગેરેકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
હાજર ન મળી આવેલ આરોપીનું નામ
શૈલેષ રઘુરામ મઢવી (મારાજ) રહે. નવાનગર જી.આઈ.ડી.સી. સામે અંજાર (પ્રોહી.બુટલેગ૨)
દાખલ કરેલ ગુનાની વિગત-
અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૪૯/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી
મુદ્દામાલની વિગત
૭૫૦ એમ.એલ.ની વિદેશી દારૂની બોટલો રૂ. 1,52,677
બીયર ટીન રૂ. 5280
કુલ કી. ૧,૫૭,૯૫૭
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
