કોડાય પો.સ્ટે. હથિયારધારા તેમજ શિકારી પ્રવૃતિના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ-કચ્છ ભુજ
બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો, વચગાળા, જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ ધર્મેન્દ્ર રાવલ તથા પો.કોન્સ બળવંતસિંહ જાડેજા ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,
કોડાય પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૦૨૮૮/૨૦૨૪ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ વિ.ના મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી સરફરાઝ ઇબ્રાહીમ ત્રાયા, ઉ.વ.૨૭, ધંધો-મજુરી, રહે ભિડ નાકા બહાર સિતારા ચોક પાસે ભુજ વાળો હાલમાં સરપટ નાકા પાસે આવેલ બોમ્બે બિરિયાની હાઉસ ખાતે જમવા બેઠો હોવાની સચોટ બાતમી હકીકત આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ મજકુરને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે કોડાય પો.સ્ટે. ખાતે જાણ કરવામાં આવેલ છે અને આરોપીને ભુજ શહેર એ ડિવિ પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર જે.કે, બારીયા તથા એ.એસ.આઇ. રુદ્રસિંહ જાડેજા તથા હરિલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા વિમલભાઈ ગોડેશ્વર તથા પો.કોન્સ બળવંતસિંહ જાડેજા તથા ઉપેંદ્રસિંહ ઝાલા નાઓ જોડાયેલ હતા.
આરોપીનો ગુનાહિત ઇતીહાસ:-
(૧) કોડાય પો.સ્ટે ગુ.ર.નં.-૦૨૮૮/૨૪ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ વિ.
(૨) પધ્ધર પો.સ્ટે ગુ.ર.નં-૦૧૦૪/૨૦૧૪ આઇ.પી.સી.કલમ-૩૦૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ વિ.
(૩) ભુજ શહેર બી ડિવિ પો.સ્ટે ગુ.ર.નં.૦૧૬૬/૨૦૧૫ આઇ.પી.સી.કલમ-૩૨૩,૫૦૪,૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫
(૪) ભુજ શહેર એ ડિવિ પો.સ્ટે ગુ.ર.નં-૦૯૭/૨૦૧૯ પ્રોહિબિશન કલમ-૬૬(૧)(બી) મુજબ