ભચાઉના વોંધ નજીક બાઇક પર જતાં પરીવારને અકસ્માત નડ્યો : ચાલકનું મોત, બાળકનો આબાદ બચાવ
copy image

ભચાઉના વોંધ નજીક બાઇકને ટેન્કરે હડફેટમાં લેતાં બાઇકચાલકનું મોત નીપજયું છે તેમજ તેની પત્નીને ઇજાઓ પહોંચી હતી, જ્યારે માસૂમ બાળકનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 20/1ના ભચાઉના રાજણસરમાં રહેનાર હરેશ મકવાણા અને તેના પરિવારને આ અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. આ યુવાન તેના પત્ની અને 10 માસનું બાળક બેંકના કામ અર્થે ભચાઉ જઈ રહ્યા હતા. ત્યારે વોંધ નજીક પહોંચતા અજાણ્યા ટેન્કર ચાલકે તેમની બાઈકને હડફેટે લેતાં ત્રણેય નીચે પટકાયા હતા જેમાં બાળકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ગંભીર ઇજાઓના પગલે બાઇકચાલક હરેશનું મોત નીપજયું હતું જ્યારે તેની પત્ની ઘાયલ બની હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આતંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
