ભુજ મધ્યે વિસ્ફોટક પદાર્થ વડે શ્વાનનું દર્દનાક મોત નીપજાવનાર શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

ગઇ તા.૨૧/૦૧/૨૦૨૫ ના બપોરના આશરે બારેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઇસમોએ કોઇ રાહદારી માણસોની કે અન્ય કોઇ પ્રાણી જીવ ની જીંદગી જોખમમાં મુકાય અથવા હાનિ પહોંચે તેમ ભેદરકારી થી કોઈ વિસ્ફોટક સળગી ઉઠે તેવો પદાર્થ ભુજ મધ્યે શિફા હોસ્પીટલ વાળી ગલીમાં દરબારગઢ ના ગઢરાંગ પાસે આવેલ કચરમાં ફેકેલ જે વિસ્ફોટક પદાર્થ ના વિસ્ફોટ થી વગર કારણે શ્વાન જીવ-૦૧ નુ અંગછેદન થયેલ જે કારણે શ્વાનનુ મોત નિપજેલ હોય,

જે ઉપરોક્ત ઘટના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી. જાડેજા સાહેબ ભુજ વિભાગ-ભુજ નાઓએ ઉપરોકન પ્રવૃત્તિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ તુરત જ કાયદાકીય કાર્યવાહી કરવા સારૂ ખાસ સુચના આપેલ,

જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટરથી એચ.એસ.ત્રિવેદી સાહેબ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત બનાવ અંગે શ્રી સરકાર. તરફે ગુ.ર.નં.૦૦૭૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૨૫,૨૮૭,૫૪ તથા પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમની કલમ-૧૧(૧)(૧) તથા સ્ફોટક અધિનિયમ-૧૮૮૪ ની કલમ-૯(ખ), (૧)(ખ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબની ફરીયાદ દાખલ કરેલ અને તુરંત જ બનાવવાળી જગ્યાની મુલાકાત લઇ અને આસપાસના લોકોની પુછપરછ કરી ગુના કામે સંડોવાયેલ આરોપીઓને પકડવા નેત્રમ કમાન્ડ કંટ્રોલ દ્રારા લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા તથા બનાવવાળી જગ્યાના આજુબાજુ આવેલ પ્રાઇવેટ સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોસીસ ના ઉપયોગથી નીચે મુજબના આરોપીઓને પકડી તેઓ વિરુધ્ધ એકસ્પ્લોઝીવ એકટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧) સલીમ ઉર્ફે ભોલુ આમદ કુંભાર ઉ.વ.૪૫ રહે.કેમ્પ એરીયા કુંભાર મસ્જીદ પાસે ભુજ

(૨) અજીજ હાજી મણીયાર ઉ.વ.૪૨ રહે.ખાસરા ગ્રાઉન્ડ પાસે સંજોગનગર ભુજ

(૩) દિનેશ ધુના પટણી (દેવીપુજક) ઉ.૧.૨૭ હે.ભારાપર તા.ભુજ

(૪) સંજય મોહન દાંતણીયા ઉ.૧.૨૪ એ.ભીટબેટ દાંતણીયાવાસ ભુજ

(૫) છગન વીચંદ પટણી (દેવીપુજક) ઉ.૧.૩૫ રહે.ભારાપર તા.ભુજ

(૧) અનિલ રતિલાલ દાતણીયા ઉ.૧.૩૦ હે.રામનગરી હનુમાન મંદીર પાછળ ભુજ

જાહેર જનતાજોગ અપીલ:-

(૧) જાહેર જગ્યાઓ પર કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ દેખાય તો જાતે ન અડકતા તાત્કાલીક નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવો..

(૨) પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ વતી કચ્છની જીવદયા પ્રેમી જનતાને અપીલ કરવામાં આવે છે કે, કોઇપણ અબોલા જીવો પ્રત્યે સંવેદના દાખવવી અને અબોલા જીવોને ખોટી રીતે કનડગત ન કરવા વિનંતી છે.

જાહેર ચેતવણી:-

કોઇપણ અબોલ પશુપક્ષીઓને ક્રુરતાપુર્વક હાની પહોંચાડનાર ઇસમો તથા તેવા વાડી માલીકો સામે પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ દ્રારા ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-