રાજકોટ શહેરમાં એસિડ એટેકનો મામલો સપાટી પર

ઍસિડ

copy image

copy image

ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાંથી એસિડ એટેકની ઘટના સામે આવી રહી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટના કુવાવડ પોલીસ મથક વિસ્તારમાંના સોખડા ગામમાં આ બનાવ બન્યો હતો. આરોપી ઈશમ મહિલા પર એસિડ ફેંકીને ભાગી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ કેસની વિગતો મુજમહિલાની ભત્રીજી સાથે આરોપી શખ્સની સગાઈ થઈ હતી. પરંતુ લગ્ન પૂર્વે જ યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગયેલ અને તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારે આરોપી શખ્સે આ વાતનું મન દુખ રાખી મહિલાને તેની ભત્રીજીનું એડ્રેસ પૂછવાના બહાને બોલાવ્યા બાદ ઉશ્કેરાઈ જઈને તેની પર એસિડ નાખી દીધું હતું. એસિડ નાખ્યા બાદ આ શખ્સ ત્યાથી ફરાર થઈ ગયેલ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સને ઝડપી પાડવા વધુ કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-