ભુજ ખાતે PC&PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

આજ રોજ જીલ્લા કક્ષાએ પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક તા.૨૩/૦૧/૨૦૨૫ ના રોજ પીસી પીએનડીટી ચેરપર્સનશ્રી શ્રીમતિ રેખાબેન દવે ના અધ્યક્ષ સ્થાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમાં યોજવામાં આવેલ. આ મીટીંગમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મીતેશ ભંડેરી, પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સન શ્રીમતિ રેખાબેન આર. દવે, સભ્યશ્રી શ્રીમતિ કાન્તાબેન સોલંકી અને પન્નાબેન જોષી, જી.કે.જનરલ હોસ્પીટલના ના ગાયનોકોલોજીસ્ટ ડો.પ્રફુલ્લાબેન કોટક, પીડીયાટ્રીશયન ડો.એકતા ઠકકર, માહિતી ખાતા વતી જીજ્ઞાબેન વરસાણી, ડો. દિનેશ સુતરીયા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ગાંધીધામ, ડો. રાજીવ અંજારીયા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અંજાર, ડો.એમ.કે. મહંતો તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અબડાસા, ડો. વાય.પી.મહંતો તાલુકા આરોગ્ય અધિકારીશ્રી મુન્દ્રા, ડો. મોતીલાલ રાય તાલુકા આરોગ્ય અધિકારીશ્રી રાપર, ડો. એ.કે. પ્રસાદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી નખત્રાણા, ડો. રોહિત ભીલ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ભુજ તેમજ ડી.એસ.બી.સી.સી.શ્રી ઈસ્માઈલ સમા આ મીટીંગમાં હાજર રહેલ હતા.

મીટીંગની શરુઆત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મીતેશ ભંડેરીએ આ મીટીંગમાં પધારેલ સૌને આવકાર આપી ગત મીટીંગના મુદાઓની વાંચનની શરુઆત કરી તેમજ આજની મીટીંગમાં રીન્યુઅલ રજીસ્ટ્રેશન તરીકે આવેલ અરજી અંગે સ્થળ મુલાકાત લેવી, સ્થળ ફેરફાર માટે આવેલ અરજીઓને માન્યતા આપવા ઠરાવવામાં આવ્યુ, કંપની તરફથી આવેલ અરજીઓને માન્યતા આપવા ઠરાવવામાં આવ્યું. તેમજ માઈક્રોપ્લાન જાન્યુઆરી-રપ થી માર્ચ-૨પ ક્રોસ વેરીફેકશન વિશે ચર્ચા કરવામાં આવી. સમગ્ર કચ્છ જીલ્લામાં જયા પણ સમુહલગ્ન થાય ત્યા બેટી બચાવો બેટી વધાવો અંગે પ્રતિજ્ઞા લેવડાવી. મહિલા કોલેજોમાં જનજાગૃતિ અંગે કાર્યક્રમ યોજવા એન.જી.ઓ. સાથે સંકલન કરી બેટી બચાવો બેટી વધાવો ભૃણ હત્યા અટકાવવા માટે કાર્યક્રમ કરવા. અન્ય મુદા બાકી ન રહેતા મીટીંગ પુર્ણ જાહેર કરેલ.