ભુજ તાલુકાના હરીપર નજીક આવેલા ફિલ્ડ બટ પર આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૦૪ ઉપર તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ HQrs 18 BN BSFના રોજ તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજવામાં આવનારી છે.

જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-