ભચાઉ તાલુકાના સામખિયાળી ગામેથી પોલીસે બે ઇસમોને દેશી વિદેશી દારૂ સાથે પકડી લીધા હતા. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સામખિયાળીના એએસઆઈ ભુપેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ. ભરતભાઈ જાદવે પેટ્રોલીંગ દરમ્યાન સામખિયાળી ગામે રહેતા નવિન ખીમજી લુહારના ઘરે દરોડો પાડી દેશીદારૂ લીટર ૧૮ સાથે પકડી લીધો હતો. ભાવેશ બાબુલાલ મારાજને મોટર સાયકલ ઉપર દારૂની એક બોટલ કિંમત રૂ.૩પ૦ નો હેરાફેરી કરતા પ૦ હજારની બાઈક સાથે ઝડપી પાડી બંને સામે ગુનાઓ નોંધ્યા હતા.