પેટલાદ શહેર પોલીસે બાતમીના આધારે પાંચ શખ્સોને 4 હજારની મતા સાથે જુગાર રમતા પકડ્યા

પેટલાદ શહેર પોલીસને બપોરના અરસામાં મળેલી એક ચોક્કસ બાતમીના આધારે સુણાવ ગામની કુંભારી તલાવડી નજીક રેડ પાડીને પત્તા પાનાનો જુગાર રમતાં પાંચ શખ્સોને પકડી પાડીને રોકડા ૪,૧૬૦, ચાર મોબાઈલ ફોન અને બે બાઈકો સાથે કુલ રૂ.૫૧,૧૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સોમાં શૈલેષભાઈ લાલાભાઈ વાંસફોડીયા, હિતેન્દ્રભાઈ ધનજીભાઈ મકવાણા, ભરતભાઈ શનાભાઈ ઠાકોર, મુકેશભાઈ કિશોરભાઈ પરમાર અને હિતેશભા મનુભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે બધા વિરૂધ્ધ જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *