ભુજ ખાતે આવેલ બળદિયામાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું
copy image

ભુજ ખાતે આવેલ બળદિયામાં બંધ મકાનમાંથી 1.75 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ દહીંસરાના અને હાલમાં નૈરોબી – લંગાટા રહેતા લીલાવંતીબેન દેવશીભાઇ વેકરિયાની દીકરીના લગ્ન હોઇ દોઢેક મહિના પહેલાં દહીંસરા આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે ગત તા. 21/1ના બપોરે ફરિયાદી અને તેમની દીકરીઓ ઘર બંધ કરીને માધાપરની ફાર્મવાડીમાં ગયેલ હતા. ત્યાથી બીજા દિવસે આવીને જોતાં ઘરના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળી રાવેલ હતા ઉપરાંત ઘરનો તમામ સામાન પણ વેરવિખેર હાલતમાં જોવા મળી આવ્યો છે. વધુમાં તપાસ કરતાં કબાટમાં લેપટોપની બેગમાં રાખેલા રોકડા રૂા. એક લાખ તથા 400 પાઉન્ડ જેની હાલ કિં. રૂા. 40,000, એક મોબાઇલ કિં. રૂા. 10,000 તેમજ દીકરીના લગ્ન માટે કપડાં એમ કુલ રૂા. 1,75,000ના મુદ્દામાલની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
