શ્રી નાનારેહા પ્રાથમિક શાળા તા. ભુજ ખાતે 15 મી ઓગસ્ટ ના રોજ 80 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી શાનભેર કરવામાં આવી.અને ગામમાં તિરંગા રેલી કાઢવામાં આવી.

1004077084

 શ્રી નાનારેહા પ્રાથમિક શાળા તા. ભુજ ખાતે 15 મી ઓગસ્ટ ના રોજ 80 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી શાનભેર કરવામાં આવી.અને ગામમાં તિરંગા રેલી કાઢવામાં આવી.કાર્યક્રમ નો શુભારંભ ગામમાં તિરંગા રેલી થી કરવામાં આવ્યો. શાળાના વિધાર્થીઓ માટે વિવિધ પ્રકારની રમત ગમત સ્પર્ધાઓ યોજાઈ. સ્પર્ધામાં વિજેતા થયેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપવામાં આવ્યા તેમજ રમતોત્સવ માં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ તેમજ પારલેજી કંપની અને આશાપુરા ફાઉન્ડેશન તરફથી પ્રસાદ સ્વરૂપે બિસ્કિટ આપવામાં આવ્યા. કાર્યક્રમ દરમ્યાન બાળકો માટે મહેમાનો તેમજ ગ્રામજનો તરફથી સારો એવો લોકફાળો મળ્યો તેમજ રોશનબાનું જુસબ લુહાર તરફથી શાળાને પ્રતિક ભેટ આપવામાં આવી.કાર્યક્રમ માં એસ.એમ.સી અધ્યક્ષ સરૂપાજી જાડેજા, ઉપસરપંચ અજયસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય રઘુભા સોઢા, એસ.એમ.સી.સભ્યોમાં આમદ થારીયા, દિલીપસિંહ, પૃથ્વીરાજસિંહ, શીરીન કફી, રસીલા કોલી, તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ ,ગ્રામજનો અને બહેનો હાજર રહ્યા. પ્રસંગોચિત પ્રવચન પ્રતાપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન શાળાના ઉત્સાહી તેમજ સક્રિય શિક્ષિકા એવા ઉર્વી મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું. સાઉન્ડ સંચાલન ગૌતમ પ્રજાપતિ, તેમજ વ્યવસ્થા શાળાના અંકિત પ્રજાપતિ, ભાવિક ચૌહાણ, વિત્તલ પ્રજાપતિ, પરિશા પોપટ તેમજ ચંદ્રિકાબા સોઢા દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ બાબતે માર્ગદર્શન આચાર્ય શ્રી જટુભા જાડેજા આપવામાં આવ્યું હતું.