કડોલના આચાર્યને મરવા માટે મજબૂર કરવાના મામલે પત્ની સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ
copy image

ભચાઉ તાલુકાના કડોલ સરકારી માધ્યમિક હાઈસ્કૂલના આચાર્યને મરવા માટે મજબૂર કરવાના પ્રકરણમાં પત્ની સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. ગત તા. 11/8ના મનફરામાં રહેતા શિક્ષક યુવાને પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. મૃતકે લખેલી અંતિમ નોંધમાં પત્ની સહિત પાંચના ઉલ્લેખ સાથે ન્યાયની માગણી કરી હતી. આ અંગે મૃતકના ભાઈએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.