આડેસરમાં પશુઓને કતલખાને લઈ જતા બે શખ્સોની અટકાયત
આડેસર પોલીસે ગેરકાયદેસર રીતે જરૂરી પરવાનગી વિના અબોલ પશુઓને કતલ કરવાના ઈરાદે લઈ જવાતા બે પશુઓને મુકત કરાવીને ચાર વિરુધ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ આડેસર પોલીસચેક પોસ્ટ બામણસર પાસે પોલીસે બોલેરો પીક વાહનને રોકી તપાસ કરતાં આ વાહનમાં બે ભેંસો ને કોઈ પણ પ્રકારની ધાસચાર વ્યવસ્થા વિના કતલ કરાવાના ઈરાદે લઈ જવાતી હતી. પોલીસે બે અબોલ પશુઓને મુકત કરાવ્યા હતાં. વાહનમાં બેઠેલા આરોપી બેની ધરપકડ કરી હતી. સામેલ અન્ય એક આરોપી તથા અજાણ્યા મોબાઈલ નંબરને શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અબોલ પશુઓને ભુજના નાના લુંણાથી ગોરેજ સાણંદ લઈ જવાતા હતા.