સણવા ગામમાં ખેડૂતના ખેતર પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવનાર આરોપી શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ

copy image

રાપર ખાતે આવેલ સણવા ગામમાં ખેડૂતના ખેતર પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવનાર આરોપી શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે રાપરના સણવામાં રહેનાર મેઘા દેવા રાજપૂત દ્વારા આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદીએ વર્ષ 2021માં મુંબઈના રમણીક હરચંદ અમડકા પાસેથી વેચાતી જમીન લીધી હતી. જે જમીન પર આરોપી શખ્સોએ વાવેતર કરેલ હોવાથી ફરિયાદીએ ખેતર ખાલી કરવાનું જણાવતા આ ત્રણેય આરોપીઓએ ઊભો મોલ લઈ લીધા બાદ ખેતર ખાલી કરવા જણાવ્યું હતું. બાદમાં ફરિયાદીએ અનેખ વખત જમીન ખાલી કરવાનું કહેતા આ શખ્સોએ તેમને ધાકધમકી કરેલ હતી. જેથી ફરિયાદી દ્વારા લેન્ડ ગ્રેબિંગની કલમો તળે કાર્યવાહી કરવા અરજી કરવામાં આવતા હુકમ થતા પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
