મહારાષ્ટ્ર ખાતે આવેલ ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ : આઠના મોત

copy image

મહારાષ્ટ્ર ખાતે આવેલ ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયાના અહેવાલ સામે આવી રહયા છે જેમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. ત્યારે આ મામલે સૂત્રમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઓર્ડનન્સ ફેક્ટરી જવાહરનગર, ભંડારામાં આવેલ છે. જાણવા મળી રહ્યું છે કે આ ભયાનક વિસ્ફોટ ફેક્ટરીના આરકે શાખા વિભાગમાં સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત નિપજ્યાં છે તેમજ અન્ય લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ વિસ્ફોટ અતિ શક્તિશાળી હોવાના કારણે લોખંડના મોટા ટુકડા દૂર સુધી ફેંકાયા હતા. આ બનાવમાં વિસ્ફોટના પગલે ફેક્ટરીની છત તૂટી પડી હતી જેને હાલમાં JCB ની મદદથી દૂર કરાઈ રહી છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે અકસ્માત સ્થળ પર 12 લોકો હાજર હતા, જેમાંથી બે લોકોનો બચાવ કરી લેવાયો છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
