ચાણસ્મા ધોરીમાર્ગ સર્જાયો ત્રિપલ અકસ્માત : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

પાટણ ખાતે આવેલ ચાણસ્મા ધોરીમાર્ગ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચાણસ્મા-હારીજ ધોરીમાર્ગ પર મહેસાણાથી હારીજ તરફ જતી ટ્રક અને કચ્છ તરફ આવતું ટેન્કર અથડાયા હતા, જેમાં ટેન્કર પલટી ગયું છે. તે જ સમયે પાછળથી આવી રહેલી વલસાડથી રાપર જતી બસ પણ આ અકસ્માતનો શિકાર બની હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં બસના ડ્રાયવર સહિત ચાર-પાંચ મુસાફરો ઘાયલ બન્યા હતા. અકસ્માતને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી લેવામાં આવેલ હતી. જે મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચડવામાં આવેલ હતા. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ અકસ્માતમાં વાહનોમાં નુકશાન પહોંચ્યું હતું.