મુંદ્રામાં બે બંધ મકાનોને નિશાન બનાવ્યું : 1.28 લાખની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર

chor

copy image

copy image

મુંદ્રામાં બે બંધ મકાનમાંથી કુલ 1.28 લાખની તસ્કરી થઈ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરી અંગે મુંદ્રાની સમુદ્ર ટાઉનશિપમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના પ્રશાંતકુમાર અશોકકુમાર આગાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી વતનમાં ગયા હતા. અને પાછળથી તેમના મકાનમાં ચોરી થઈ હતી. જે અંગે ફરિયાદીના પડોશીએ ફોન કરીને જણાવેલ કે તમારા ઘરના તાળાં તૂટેલ હાલતમાં જોવા મળી આવેલ છે, ઉપરાંત સામાન પણ વેરવિખેર હાલતમાં જણાયો છે.આ અંગે જાણ થતાં ફરિયાદીએ પરત આવીને તપાસ કરતાં તેમના ઘરમાંથી સોનાં-ચાંદીના દાગીના તથા રોકડા સહિત 63,500ની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેમના અન્ય પાડોશીના મકાનમાંથી પણ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂા. 64,500ની ચોરી થાએ હતી. આ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અજાણ્યા ચોર ઈશમોને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી આરંભી છે.