શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, સુરજભાઇ વેગડાનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા સુરજભાઇ વેગડાનાઓને બાતમી હકીકત મળેલ કે, ભરત મેઘરાજ ગઢવી રહે. શીરવા વાળો આદેશઢાબાની સામે કાઠડા જતા રોડ પર આવેલ આવેલ કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી વહેચાણ કરે છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહિ અને હકીકત વાળી જગ્યાએથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે તમામ મુદ્દામાલ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલ
ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- ૮૩, કી.રૂા.૫૪,૧૧૮/-