મહારાષ્ટ્રમાં GBS-ગુઇલેન-બેરે સિન્ડ્રોમ નામના વાયરસના કારણે પ્રથમ મોત થયાના અહેવાલો આવ્યા સામે

copy image

સૂત્રો જણાવી રહ્યા છે જે અનુસાર મહારાષ્ટ્રમાં GBS-ગુઇલેન-બેરે સિન્ડ્રોમ નામના વાયરસના કારણે પ્રથમ મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઘટના મહારાષ્ટ્રના સોલાપુરમાં બની છે. ત્યારે હાલ સુધીમાં રાજ્ય ભરમાં 101 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમાંથી મોટાભાગના કેસ પુણે અને પિંપરી-ચિંચવાડમાંથી હોવાનું સામે આવ્યું છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં GBSના કુલ 101 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 81 દર્દીઓ પુણેના, 14 દર્દીઓ પિંપરી ચિંચવાડ એમસીના અને 6 દર્દીઓ અન્ય જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. આ વાયરસનું કેન્દ્ર પુણે છે. ત્યારે સોલાપુરમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ગુઇલેન-બેરે સિન્ડ્રોમથી પીડિત શંકાસ્પદ વ્યક્તિનું મોત થયું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
