લખપતના અમિયામાંથી બોરના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

 લખપત ખાતે આવેલ અમિયામાંથી બોરના વાયરની તસ્કરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે.  આ બનાવ અંગે મુકેશભાઈ કેશવલાલ પટેલ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર  ફરિયાદીની અમિયા ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. આ વાડી પર પાણીના બોરના વાયર આશરે 30 મીટર તથા સાહેદ નરશીભાઈ પટેલની વાડીમાંથી 20 મીટર વાયર એમ કુલે પ0 મીટર વાયર કિં. રૂા. 14,000ની કોઈ ચોર ઈશમો તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-