કુંભમેળાની યાત્રા દરમ્યાન નવસારીની 57 વર્ષીય મહિલાને નડ્યો અકસ્માત

accident

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, કુંભમેળાની યાત્રા દરમિયાન નવસારીની 57 વર્ષીય મહિલાને અકસ્માત નડતાં મોત નીપજયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રવિવારે રાતના  સમયે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ચિત્રકૂટ નજીક એક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને ઓવરટેક કરવા જતાં સાઇડમાંથી ટક્કર મારી હતી. નવસારીના સ્વાતિબેન તેમના સંબંધીઓ સાથે પ્રયાગરાજના કુંભમેળામાં જઈ રહ્યા હતા ત્યારે તેઓને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં સ્વાતિબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ  પહોંચતા ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. ઉપરાંત કારમાં સવાર અન્ય સાત લોકો ઘાયલ બન્યા છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-