ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ-કચ્છ ભુજ

બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓની સુચના મુજબ તથા પો.સબ ઇન્સ જે. કે. બારીયા પેરોલ ફર્લો સ્ક્વોડ ભુજ તથા ટી.બી. રબારી ઇ.પો.સબ.ઇન્સ પેરોલ ફર્લો સ્કવોડ ભુજના માર્ગદર્શન હેઠળ પેરોલ, ફર્લો, વચગાળા, જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ રુદ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા તથા પો.કોન્સ બલવંતસિંહ જાડેજાના ઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,
પ્રાગપર પો.સ્ટે.ના ગુ.ર.નં. ૨૮૬/૨૩ પ્રોહી કલમ ૬પ (એ)(ઇ) વિગેરે મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી દીપક જમનાદાસ જેઠવાણી, રહે. જામનગરવાળો અગાઉ પ્રાગપર પો.સ્ટે. ના પ્રોહિબિશનના ગુનામાં વાપરેલ વાહન કીયા કંપનીની સેલ્ટોસ કાર જેના રજી નં.જીજે 03 એમઇ ૦૪૩૪ વાળી લઈને માધાપરથી શેખપીર તરફ જવાનો હોવાની સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુરંત જ વર્કઆઉટ કરી તેમજ ભુજ નેત્રમ કમાન્ડ કન્ટ્રોલની મદદથી ઉપરોકત હકિકતવાળી ગાડીને કોર્ડન કરી શેખપીરથી કુકમા જતા રસ્તા પર ગાડી તેમજ ગાડી ચાલકને પકડી તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ ૪૭૪ કિ.રૂા.૩,૧૯,૦૦૨/- નો પ્રોહી મુદામાલ સાથે મળી આવતા પધ્ધર પો.સ્ટે. ફરીયાદ દાખલ કરાવેલ છે.
આરોપીનું નામ
(૧) જીતેન્દ્ર શામજીભાઈ ખાનીયા, ઉ.વ. ૩૩, રહે. લાલપુર બાયપાસ, સેટેલાઇટ, જામનગર
વોન્ટેડ આરોપીઓ
(૧) યોગેશ ઉર્ફે ગડો લક્ષ્મણભાઇ પરમાર, રહે. કાલાવાડ નાકા પાસે જામનગર
(૨) દીપક જમનાદાસ જેઠવાણી, રહે. જામનગર
મળી આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ૪૭૪ કિ.રૂા. ૩,૧૯,૦૦૨/-
(૨) કીયા કંપનીની સેલ્ટોસ કાર જેના જીજે ૦૩ એમઇ ૦૪૩૪ કિ. રૂા. ૧૦,૦૦,૦૦૦/-
(૩) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ ૦૧ કિ. રૂા. ૫૦૦૦/-
એમ ફલ્લે મુદામાલ રૂા. ૧૩,૨૪,૦૦૨/-
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) જામનગર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૨૧૬/૨૧ પ્રોહી કલમ ૬૫(એ)(એ). ૮૧
(૨) જામનગર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૩૬૭/૨૧ પ્રોહી કલમ ૬૫(એ)(એ). ૮૧
(૩) જામનગર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૩૧૬/૨૩ પ્રોહી કલમ ૬૫(એ) (ઇ), ૮૧
(૪) જામનગર પંચકોશી બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૩૦૫/૧૭ પ્રોહી કલમ ૬૫(એ) (ઇ), ૮૧
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર જે.કે. બારીયા તથા VC પોલીસ સબ ઈન્સ્પેકટર ટી. બી. રબારી તથા એ.એસ.આઇ. રુદ્રસિંહ પી. જાડેજા તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા પો.કોન્સ બલવંતસિંહ જાડેજા તથા ડ્રા.હે.કો. સુરેશભાઈ ચૌધરી તથા પધ્ધર પો.સ્ટે. ના એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ વિરેન્દ્રસિંહ પરમારનાઓ જોડાયેલ હતા.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
