માધાપર વેમ્બલી પાર્કમાં લાંબા સમયથી ઉભરાતી ગટર સમસ્યાથી લોકો ત્રસ્ત : પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરાતા સ્થળ પર પહોંચ્યા

copy image

copy image

ભુજ તાલુકાના માધાપરમાં આવેલ વેમ્બલી પાર્કમાં લાંબા સમયથી ઉભરાતી ગટર સમસ્યાને કારને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે, ભુજ પાલિકાની ગટરલાઇન માધાપરમાંથી પસાર થતાં વારંવાર ગટર સમસ્યાને લઇને મુખ્ય રોડ તોડી-ફોડીને બંધ કરી દેવામાં  આવે છે. આ સોસાયટીમાં લાંબા સમયથી ગટર સમસ્યાથી લોકો ત્રસ્ત છે. આ મામલે સ્થાનિક લોકો દ્વારા સરપંચ, પાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં પણ આ સમસ્યાનો કોઈ હલ આવ્યો નથી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે અહીના રહેવાસીઓએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરતાં ડો.અનિલ જાદવએ સમસ્યાનું નિરીક્ષણ કર્યું હતું.આ સમસ્યાનો ઝડપી નિકાલ લાવવા  લોક માંગ ઉઠી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-