ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી : વાગડ વિસ્તારમાં વહેલી સવારે 3:13 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો

ભૂકંપ

copy image

ભૂકંપ
copy image

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી છે ત્યારે કચ્છના વાગડ વિસ્તારમાં ગત દિવસે વહેલી સવારે 3:13 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. ભચાઉથી 19 કિલોમીટર દૂર જડસા ગામ નજીક નોર્થ, નોર્થ-ઈસ્ટ દિશામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વિસ્તારમાં  આ આંચકાની કોઈ ખાસ અસર જોવા મળી નથી.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-