નાની તુંબડીમાં  22 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ નાની તુંબડીમાં  22 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 29ના સાંજે 4 થી  7  વાગ્યાના સમયગાળા દરમ્યાન હતભાગી યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. અહી રહેનાર તેમજ કડિયાકામ કરતા 22 વર્ષીય અનિલ હીરજીભાઈ દનીચાએ નામાના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની  જાણ થતાં જ તુરંત તેને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં આ યુવાનનું મોત થયું હતું.  પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો  ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-