આણંદના જોળ ગામમાં જર્જરિત મકાનના રિનોવેશન સમયે પહેલા માળનો સ્લેબ સાથે દીવાલ ધરાશય થતાં એક મજૂરનું મોત

આણંદ ખાતે આવેલ જોળ ગામમાં જર્જરિત મકાનના રિનોવેશન સમયે અચાનક પહેલા માળનો સ્લેબ સાથે દીવાલ ધરાશય થતાં એક મજૂરે જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત દિવસે આણંદ ખાતે આવેલ જોળ ગામમાં બન્યો હતો. અહી જર્જરિત મકાનના રિનોવેશન દરમિયાન અચાનક પહેલા માળનો સ્લેબ દિવાલ સાથે ધડાકાભેર તુટી પડ્યો હતો.જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં બે મજુર કાટમાળ નીચે દબાઈ ગયા હ્યાં જેમાથી એકનું મોત નિપજ્યું હતું. અન્ય એક ઘાયલ બન્યો છે. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
