સુરતમાં છરીની અણીએ લૂંટ મચાવનાર ત્રણ નરાધમોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા

copy image

સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો. જેમાં સંડોવાયેલ ત્રણ આરોપી ઈશમોએ છરીની અણીએ સોનાની ચેઈન અને મોબાઈલની લૂંટ આચરી હતી. જાણવા મળી રહ્યું છે કે આ લૂંટારુ ગેંગે બે લોકોને પોતાના ચંગુલમાં ફસાવી શિકાર બનાવ્યા હતા. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવેલ હતી. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે, નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને તાત્કાલિક આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપી અગાઉ અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યા હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
