રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો જાહેર

copy image

ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ જાહેર કરી દીધો છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યોગ્ય રીતે ના કરી શકતી હોય તેવી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કડક પગલાં લેવા આદેશ જાહેર કરી દેવાયો છે. આજના આધુનિક સમયમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ મોટું દુષણ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી માત્ર મોનિટરિંગની નથી. પ્રદૂષણ નિયંત્રણ પણ છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ યોગ્ય પગલાં લઈ રહી છે કે કેમ તે પણ જવાબદારી હેઠળ આવે છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે અપાતા આડેધડ કોન્ટ્રાક્ટ અને તેમ છતાંય પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાની બાબતે હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી છે.
જેથી પ્લાસ્ટિક પ્રદુષણ ફેલાવનાર જે પણ હોય તેની સામે કડક કાર્યવાહી ઉપરાંત કે સંસ્થાને જોયા વિના જીપીસીબી પોતાનું કામ યોગ્ય રીતે કરે તે આદેશ કોર્ટે જાહેર કરી દીધો છે. દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકા પાસેથી સમયાંતરે પ્રદૂષણ નિયંત્રણ માટે થયેલી કામગીરીનો રિપોર્ટ પ્રાપ્ત કરવો એ જવાબદારી જીપીસીબીના હેઠળ આવે છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
