લોન આપવાના બહાને વિદેશી નાગરીકોને લાલચાવી ફોન ઉપર બેન્ક એકાઉન્ટ ની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવાતા કોલ સેન્ટર ને ઝડપી પાડતી બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ ભુજ-કચ્છ

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ ની ટીમ રેન્જ વિસ્તારના બનાસકાઠા જીલ્લા માં સાયબર ક્રાઈમની તપાસ કામગીરીમાં રોકાયેલ હતા તે દરમ્યાન વાવ તાલુકાના દીપાસર ગામના ભરતસિંહ નાગજીભાઈ વેઝીયા નાઓની રજૂઆત આધારે દીપાસર ગામની સીમમાં રેઠાણ મકાનમાં પંચો રૂબરૂ કોલસેન્ટર અંગે રેડ કરતા નીચે મુજબના આરોપીઓ ઉપકરણો સાથે કોલ સેન્ટર ચલાવતા રંગે હાથે ઝડપી પાડેલ હોય જે નીચેની વિગતે છે.

પકડાયેલ આરોપીઓ

(૧) આરોપી અમીસ ધર્મેન્દ્ર પટેલ ઉ.વ-૨ર રહે ૧૨૭ સોનીમીલન પેલેસ આઝાદપૂરા જી-લલીતપુર યૂ.પી-૨૮૪૪૦૩

(૨) આરોપી રોનકકુમાર સુનિલકુમાર મહીડા ઉવ.૨૧ રહે-મહિડા વાડ મહાદેવ રોડ તળાવ પાસે ગામ-અલારસા તા-બોરસદ જી-આણંદ

(૩) આરોપી લાલનુપૂઈ ડો/ઓ રૌફંઝુવા હૌહનાર ઉ.વ-૨૫ રહે-સ્વંગકવન, સૈરંગ રોડ એઝોલ મિઝોરમ

(૪)આરોપી નંદનદાસ સ/ઑ રાજારામદાસ ઉ.વ-૨૭ રહે-૩૦૫ રવિન્દ્રસરની કોલકાતા -300006

(૫) મહીલા આરોપી વાનલાલથજુયલ ડી/ઑ આર્કલલરકૂટ રાલટે ઉ.વ-૨૧ રહે-ગામ-રામ્લન આઈઝોલ મિઝોરમ

(૬)મહીલા આરોપી મેલોડી લાલમાંગીજુલાઈ ડી/ઑ ક્લાલડાવલંગકીમાં ઉ.વ-૨૦ રહે-ગામ-દુર્લંગ આઈઝોલ મિઝોરામ.

(૭)આરોપી પ્રિન્સસાવ સ/ઑ પવનસાવ ઉ.વ-૨૫ રહે- ૨૦૧ મહારીશી દેવેન્દ્રે રોડ કોલકત્તા ૭૦૦૦૦૬

(૮)આરોપી કુંદનકુમાર સ/ઑ રાજારામ દાસ ઉ.વ-૨૮ ૩૦૫ રવિન્દ્રસરની કોલકાતા -७००००६

(૯)આરોપી ઈપલો સ/ઑ વિકૂટો ચોપી ઉ.વ-૨૨ રહે- મ. ન.૨૫ સાઉથ પોઈન્ટ ઈસ્ટ ઝુન્હેબોટો નાગાલેડ -૭૮૬૨૦

(૧૦)આરોપી અંકુવ સ/ઑ હકાવી યેપાઠોમીન ઉ.વ-૨૩ રહે- ગામ-દિમાપુર ટોળવી લેન્ડટુ જી-ઝુનેબોટો નાગાલેન્ડ

(૧૧)મહીલા આરોપી જુલિએટ ડો/ઑ લાલદુશકી લાલીયુલીકાના ઉ.વ-૨૩ રહે- સી-૨૦ સેક્શન વાંપૂંગા હલીમેન આઈઝવાલ,મીઝોરમ

(૧૨) મહીલા આરોપી લોવીકા સ/ઓ કવહા કિહો ઉ.વ-૨૬ રહે- ગામ- અચીકુછું આલોસા કોલોની જી-સુરુહોતો ઝુન્હેબોટ્ટો નાગાલેન્ડ

(૧૩)આરોપી કનૈયાકુમાર સ/ઓ બુરાન ઝા ઉવ.૨૫ રહે.બિલ્ડીંગ નં-૫ ફ્લોર નં-૧ મકાન નં-૨-એ દુર્ગાચરણ મિત્રા સ્ટ્રીટ કલકતા-૭૦૦૦૦૬

(૧૪) મહીલા આરોપી મીમી ડી/ઓ લાલરોતડીકી લાલલીનીયાના ઉવ.૨૩ રહે.સી-૨૦ વી.સેકશન વેગંચક હીકમેન ફલ્કાન આઈઝવાલ મીઝોરમ-૭૯૬૦૦૫

(૧૫) આરોપી ચિરાગ એહમતસિંહ રાવલ ઉવ.૩૫ રહે.પેહલા માળે રાણા કોમ્પલેક્ષક નિઝામપુરા

(૧૬) આરોપી વિશાલ બળવંત ઠાકુર ઉવ.૨૮ રહે.મકાન નં-૧૩/૧ ગામ-જડોલી તા-નુરપુર જી.કાંગડા હીમાચલપ્રદેશ ૧૭૬૨૦૦

પકડવાના બાકી મુખ્ય આરોપી

(૧૭) આરોપી સ્વપનીલ ઉર્ફે સેમ પટેલ રહે.અમદાવાદ

કબજે લીધેલ મુદામાલ

કોલ સેન્ટર ખાતેથી લેપટોપ નંગ-૨૫, મોબાઈલ ફોન નંગ-૩૦, હેડફોન નંગ-૧૯,પ્રિન્ટર નંગ-૦૧, યુ.પી.એસ.નંગ-૦૫,લેપટોપ ચાર્જર નંગ-૧૦,ડેટા કેબલ નંગ-૦૮,સેમસંગ ઈયર ફોન નંગ-૦૮,કેલક્યુલેટર નંગ-૦૧,કનેકશન પોઈન્ટ નંગ-૦૧, રાઉટર નંગ-૦૪,જે તમામ ની કિરૂ. ૬,૫૦,૯૦૦/-તથા પકડાયેલ આરોપીઓના પર્સન્લ મોબાઈલ ફોન નંગ-૨૦ તથા સેમસંગ કંમ્પનીનુ ટેબલેટ નંગ-૦૧ કિરૂ.૧,૫૦,૦૦૦/-તથા રોકડા રૂ.૩૬,૦૦૦/- મળી કુલે કિરૂ.૮.૩૬,૯૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.અને હાલે સદરહુ ગુનાની તપાસ ચાલુમાં છે.

ઉપરોકત સરહાનીય કામગીરીમાં નીચે મુજબના અધિકારી/કર્મચારી જોડાયેલ હતા.

શ્રીએલ.પી.બોડાણા પોલીસ ઈન્સ્પેકટર,સુશ્રીકે.એમ.રાઠોડ પોલીસ ઈન્સ્પેકટર સાયબર ક્રાઈમ પોસ્ટે. એ.એસ.આઈ. જયેશભાઈ ઈશ્વરભાઈ,પો.હેડ. કોન્સ. અનીરૂધસિંહ ચન્દ્રસિંહ તથા પો.હેડ.કોન્સ. હરેશભાઈ સોમાભાઈ તથા પો.હેડ. કોન્સ. મનોજકુમાર શીવજીભાઈ તથા પો.હે.કોન્સ. નીકુલસિંહ રણજીતસિંહ તથા પો.હેડ. કોન્સ.દેવેન્દ્રસિંહ બટુકસિંહ તથા પો.કોન્સ. મનજીભાઈ કુરશીભાઈ તથા મહિલા પો. કોન્સ. સોનલબેન પરથીજી વિગેરે જોડાયેલ હતા.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-