કચ્છ પૂર્વ વન વિભાગની મુન્દ્રા રેન્જના બેક્ડ જંગલ વિસ્તારમાંથી બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી રેતી ખનન કરતા અટક કરેલ વાહનો ખાલસા-સરકાર દાખલ કરેલ છે.


કચ્છ પૂર્વ વન વિભાગની મુન્દ્રા રેંજના બેકડ જંગલ વિસ્તારમાં સ.ન.૧૬૯ પૈકી માં શ્રી મુસ્તાક રસીદ તુર્ક, રહે.ધ્રબ તા. મુન્દ્રા જી.કચ્છ અને શ્રી આદીલ અમન તુર્ક, રહે.ધ્રબ, તા.મુન્દ્રા, જી.કચ્છ દ્વારા વાહનો હિટાચી સી.નં.N633DO1717 અને આઇવા ટ્રક નં.GJ.12.AU.8149 દ્વારા ગેરકાયદેસર રેતી ભરવાની કામગીરી કરતા ઈસમો તથા વાહનોને અટક કરી ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ જે અન્વયે આજરોજ નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ દ્વારા મળેલ સત્તાની રુએ અંદાજીત ૬૦ લાખની કિમતના સદર વાહનો સરકાર દાખલ (રાજ્યસાત-ખાલસા) કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
