ભચાઉમાં બંધ મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી

copy image

ભચાઉમાં બંધ મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી જવા પામી હતી. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉમાં આવેલ જાડેજા પેટ્રોલિયમની નજીક કેશવજી કારીયાના બે માળના બંધ મકાનમાં આ આગનો બનાવ બન્યો હતો. અહી કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક બનાવસ્થળે પહોંચી હતી અને આગ પર પાણી મારો ચલાવી 2-3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
