માર્ગ અકસ્માતમાં વધુ એક યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

ગાંધીધામમાં માર્ગ અકસ્માતમાં 33 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં ગત તા. તા.28/1ના સાંજના સમયે કાર્ગો વિસ્તારમાં અંબિકા કાંટાની સામે સર્વિસ રોડ પર આ બનાવ બન્યો હતો. અહી પવન નાગો સાદા નામનો 33 વર્ષીય યુવાન પગે ચાલીને જઈ રહ્યો હતો તે સમયે પુરપાટ આવતા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ આ યુવાને અંતિમ શ્વાશ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-