એ.સી.બી.ની સફળ ટ્રેપ

ફરીયાદી:- એક જાગૃત નાગરિક

આરોપી:-
(૧) સતીંદરપાલસીંગ કુલવંતસીંગ અરોરા, કસ્ટમ ઇન્સ્પેક્ટર, આઇ.સી.ડી. ખોડીયાર, જમીયતપુરા કન્ટેઇનર ડેપો, ગાંધીનગર.
(૨) અંકીત ભુપેન્દ્રભાઇ દેસાઇ રેસીડેન્ટ એન્જીનીયર, આઉટ સોર્સ, કસ્ટમ વિભાગ
(૩) ગુલામ દસ્તગીર ભીખામીયાં મલેક, ખાનગી વ્યક્તિ

ગુનો બન્યા તારીખ- તા.૦૧/૦૨/૨૦૨૫

લાંચની માંગણીની રકમ:-
રૂપિયા ૨,૩૨,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ:-
રૂપિયા ૨,૩૨,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ:- રૂપિયા ૨,૩૨,૦૦૦/-

ગુનાનુ સ્થળ:-
આઇ.સી.ડી. ખોડીયાર જમીયતપુરા, કસ્ટમ ઓફીસ પાર્કીંગમાં , ગાંધીનગર.

ગુનાની ટુંક વિગત:-
આ કામે હકિકત એવી છે કે, આ કામે ફરીયાદીની કંપનીના કન્ટેઇનર સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ત્રણ માસમાં કેમીકલ રો-મટીરીયલના આશરે ૨૭૨ કન્ટેઇનર આઇ.સી.ડી. ખોડીયાર ખાતે કસ્ટમ વિભાગે ક્લીયર કરવા, આરોપી નંબર-૧ એ ફરીયાદી સાથે વાત-ચીતના અંતે રૂ.૨,૩૨,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નંબર-૧ ના કહેવાથી આરોપી નંબર-૨ એ આરોપી નંબર-૩ ને ફોન કરી, ફરીયાદી પાસેથી લાંચની રકમ લેવા જણાવતાં આરોપી નં.૩ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કરેલ છે.

ટ્રેપીંગ ઓફીસર:-
શ્રી એચ.બી.ચાવડા
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર
ગાંધીનગર એ.સી.બી. એકમ

સુપર વિઝન અધિકારી:-
શ્રી એ.કે.પરમાર
મદદનીશ નિયામક
ગાંધીનગર એ.સી.બી. એકમ

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-