વિદેશી કોલસાના વેપાર સાથે જોડાયેલી પેઢી સાથે 35.35 લાખની છેતરપિંડી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

ગાંધીધામમાં વિદેશી કોલસાના વેપાર સાથે જોડાયેલી પેઢી સાથે 35.35 લાખની છેતરપિંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે ગાંધીધામમાં ડી.બી. ટેડેકસ કંપની ચલાવતા વિકાસ રામજીભાઈ ડાંગર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. રાજસ્થાનની પેઢીના સંચાલકો સહિત પાંચ લોકો વિરુદ્ધ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર આ બનાવ ગત તા.27/8/2020 થી તા.4/1/2023 સુધી બન્યો હતો. વિભુતી ટેડલીંક,શુભનિધી એન્ટપ્રાઈઝ અને શુભલક્ષ્મી ટેડલીંક વતી આરોપી શખ્સે કોલાસાની ખરીદી કરેલ હતી. બનાવના પાંચેય આરોપી ઈશમોએ એકબીજાની મદદગારી કરી ફરિયાદીની કંપની પાસેથી જુદા-જુદા સમયે સ્ટીમ કોલ ની કુલ 4558.1 મેટ્રીક ટન કિં રૂા.2,80,10,331 નો માલ ખરીધ્યો હતો. જેની સામે રૂા.2,44,75,183 ની ચુકવણી કરી હતી. આ અંગે બાકી નીકળતી રૂા.35,35,148 રકમની ચુકવણી ન કરી છેતરપીંડી આંચરી હતી. જેથી આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
