બોટાદના દેવગઢ નજીકના ડુંગરાઓમાંથી પકડાયેલા કુખ્યાત જોસેબ અલ્લારખા પાસેથી પોલીસે હથિયારો કબ્જે કર્યા છે. જોસેબે નદીના પટમાં છુપાવી રાખેલી 12 બોરની બંદૂક અને 14 કાર્ટિજ ATSએ કબ્જે કર્યા છે. રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના મોટામાત્રા ગામની સીમમાં આવેલી સુખભણદાર નદીના પટમાં તેણે બંદૂક છૂપાવી હતી. પૂછપરછ દરમ્યાન તેણે હથિયારોની જાણ કરતા પોલીસે તેને કબ્જે લીધા છે અને જોસેબ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કર્યો છે. પકડાયેલા જોસેબને આજે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરાશે. ઉલ્લેખનીય છે કે એટીએસની ચાર મહિલા પીએસઆઈએ કુખ્યાત જોસેફને પકડ્યો હતો.