ભુજમાંથી મોટર સાયકલની તસ્કરી

ભુજ શહેરના નવા બસ સ્ટેશન નજીક આઉટ ગેટ પાસે પાર્ક કરેલ મોટર સાયકલને કોઈ ચોર હંકારી ગયો હતો. જે પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. પ-પ-૧૯ના સવારથી સાંજના અરસા દરમ્યાન પાર્ક કરેલ હીરોહોન્ડા સ્પ્લેન્ડર જીજે ૧ર બીએસ ૩પ૪૩ કિંમત રૂ.ર૦ હજારને કોઈ ચોર હંકારી જતા શહેર એ ડિવીઝન પોલીસે બાઈક માલીક માધાપરના પાર્થકુમાર ભગવાનભાઈ રાજદે (ઠક્કર)ની ફરિયાદ પરથી અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી પીએસઆઈ એ.એમ. ગેહલોતે કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *