ભચાઉના વોંધમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક પકડાયો

ભચાઉ તાલુકાના વોંધ ગામે પુલિયા નજીકના સર્વિસ રસ્તા પરથી એલસીબીએ દારૂની હેરાફેરી કરતા કાર ચાલકને નવ બોટલ દારૂ સહિત ૬૩,૦૯પ ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બપોરના અરસામાં વોંધના મફતનગરી વિસ્તારમાં રહેતા હિતેશ ઉર્ફે લાલો અરવિંદ ઠક્કર (ઉ.વ.૩૦)ને એલસીબીની ટીમે સર્વિસ રસ્તા પરથી બાતમીના આધારે ફ્રન્ટી કાર નંબર એમ એચ ૦ર ૭૯પ૪ સાથે ઝડપી પાડ્યો હતો. કારમાંથી બે લીટરની ક્ષમતાવાળી વિદેશી દારૂની બોટલો નંગ ૯ કિમંત રૂ.૧૩,૦૯પ મળી આવતા પ૦ હજારની કાર સહિત ૬૩,૦૯પ નો મુદ્દામાલ જપ્ત કરીને ભચાઉ પોલીસના હવાલે કર્યો હતો. વધુ કાર્યવાહી પીએસઆઈ અ.કે. મકવાણાએ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *