વરસામેડીમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી તસ્કરી થતાં ચકચાર
અંજાર ખાતે આવેલ વરસામેડીમાં એક બંધ મકાનમાંથી તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના વરસામેડી નાકા, બેંક ઓફ બરોડાની પાછળના મકાનમાં આ બનાવ બન્યો હતો અહી રહેનાર હિંમતભાઇ ચાવડા અને તેમનાં પત્ની ગત તા. 24/1ના પ્રયાગરાજ ખાતે કુંભ મેળમાં જવા માટે રવાના થયા હતા.વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવનો ફરિયાદી નંદન ચાવડા ઘરે એકલો હતો. ફરિયાદી ગત તા. 28/1ના સવારે કામે જવા નીકળ્યો હતો. ત્યારે સાંજના સમયે તેમના પાડોશીએ ફોન કરીને જણાવેલ કે તેમના ઘરનો દરવાજો ખુલ્લો છે. આ અંગે જાણ થતાં ફરિયાદીએ પરત આવીને તપાસ કરતાં ઘરના બહારના ગેટને તાળું મારેલું હતું, જ્યારે લાકડાના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલ હાલતમાં જણાયું હતું. ઉપરાંત ઘરમાં સરસામાન વેરવિખેર હાલમાં જોવા મળ્યો હતો. ઘરમાં વધુ તપાસ કરતાં આ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂા. 50,000 સહિત કુલ રૂા. 3,20,401ની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-