દ્વારકામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં ચારથી પાંચ મિનિટ સુધી કરાયું શૂટિંગ
સૂત્રો જણાવી રહ્યા છે દ્વારકામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં કોઈ શખ્સે અહી ડ્રોન કેમેરો ઉડાડયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કૃષ્ણ નગરી દ્વારકામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે ત્યારે દ્વારકાધીશ જગત મંદિર ઉપર ડ્રોન કેમેરો ઉડતો જોવા મળી આવ્યો હતો. વહેલી સવારના સમયે દ્વારકાધીશ જગત મંદિર શિખર પર ડ્રોન કેમેરા દ્વારા ચારથી પાંચ મિનિટ સુધી શૂટિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડનારને ઝડપી પાડેલ છે. ત્યારે પૂછતાછ કરતાં તે યુવક મુંબઈનો રહેવાસી અને યુટ્યૂબર હોવાનું સામે આવ્યું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-