ખંભાળિયામાં નશામાં ધૂત નબીરાએ કાર વૃક્ષના થડ સાથે અથડાવી સર્જ્યો અકસ્માત : સ્થાનિકોએ પકડીને કર્યો પોલીસના હવાલે

copy image

copy image

દ્વારાકા ખાતે આવેલ ખંભાળિયામાં નશામાં ધૂત નબીરાએ કાર વૃક્ષના થડ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દ્વારકાના ખંભાળિયામાં રાતના સમયે નશામાં ધૂત નબીરાએ બેફામ કાર હંકારીને અકસ્માત સર્જયો હતો. અહી સોસાયટીના લોકો શેરીમાં તાપણું કરીને બેઠા હતા તે સમય દરમ્યાન પુરપાટ આવતી કારની વૃક્ષના થડ અને પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડાયા બાદ કાર ત્યાં જ રોકાઈ ગઈ હતી.સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત સર્જનાર નશામાં ધૂત શખ્સ બાદમાં ભગવાની કોશિશ કરેલ હતી પરંતુ લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આ શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-